કેમ થાય છે આવું?
કે ના રહે સાથ—
કોઈ તારું,મારું ને સૌનું સહિયારું
વાયદાઓ તો સૌ કરે
સાથે ચાલવા ભલે તે,
પણ આ કંટક ભર્યા તા તે
રાહમાં એકલા કરવાનું હોય ચાલવાનું
આ સબળ સંસાર—
તે સત્ય સનાતન એકલા ચાલતા રહેવું
છે જુઠ્ઠા સૌ વાયદા આપણા જ,
આપણાં થી….
વાયદો તો ઉર્વી એ પણ કર્યો તો કર્ણ ને
કે રહીશ સાથ–સર્વ જીવનકાળ
પણ ચાલી ગઈ પરણી તે અર્જુન ને સાથ.
વાયદા અને લાગણીઓની કથા
એ બધી જુઠ્ઠી છે વ્યથા,
આવતાં પણ એકલા છીએ
ને જતાં પણ એકલા રહીશું
માત્ર સાથ હોવાના ટેકો દેનાર,
એ સમયાંતરે બદલાતા રાહબરો,
કેમ થાય છે આવું?
કે ના રહે સાથ કોઈ તારું,
મારું ને સૌનું સહિયારું…
